આજે વિશ્વ સિંહ દિવસ છે. ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના ટીંબડી ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્યકક્ષાના ‘વિશ્વ સિંહ દિવસ’ની ઉજવણી કરાશે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના 11 જિલ્લાઓમાં પણ ‘સિંહ દિવસ’ ઉજવાશે.
ભાણવડ તાલુકાના ટીંબડી ખાતે સિંહ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણીમાં કેન્દ્રીય વન-પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવ ઉપસ્થિત રહેશે. ઉપરાંત સૌરાષ્ટ્રના જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા, જામનગર, અમરેલી, પોરબંદર અને બોટાદ એમ 11 જિલ્લાઓમાં પણ વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાશે. સમગ્ર દેશમાં એકમાત્ર ગુજરાતમાં વસવાટ કરતાં એશિયાઈ સિંહ એ રાજ્યના ગૌરવ સમાન છે. ત્યારે ગયા મે મહિનામાં થયેલી ગણતરી અનુસાર સિંહોની કુલ વસતિ વર્ષ 2020ની સરખામણીએ 32 ટકા વધી છે એટલે કે 674થી વધીને 891 નોંધાઈ છે. પ્રવાસનની રીતે જોઈએ તો વર્ષ 2007-08 થી 2024-25 સુધીમાં ગીર અભયારણ્ય, દેવળિયા અને આંબરડીની મુલાકાત દરમિયાન કુલ 9 લાખથી વધુ પ્રવાસીઓને એશિયાઇ સિંહને નજીકથી નિહાળવાની તક મળી છે.
Site Admin | ઓગસ્ટ 10, 2025 7:41 એ એમ (AM)
આજે વિશ્વ સિંહ દિવસ-દેવભૂમિ દ્વારકા ખાતે રાજ્યકક્ષાની ‘વિશ્વ સિંહ દિવસ’ની ઉજવણી કરાશે
