વિશ્વ આરોગ્ય દિવસ નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વસ્થ વિશ્વના નિર્માણ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાનો પુનઃરોચ્ચાર કર્યો.
એક સંદેશમાં, શ્રી મોદીએ જણાવ્યું કે, સરકાર આરોગ્યસંભાળ અને લોકોના સુખાકારીના વિવિધ પાસાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું ચાલુ રાખશે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, સારું સ્વાસ્થ્ય એ દરેક સમૃદ્ધ સમાજનો પાયો છે. 2050 સુધીમાં 44 કરોડ ભારતીયો સ્થૂળતાથી પીડાતા હશે, તેવા અહેવાલને ટાંકીને પ્રધાનમંત્રીએ લોકોને ખોરાકમાં ઓછામાં ઓછા 10 ટકા તેલના ઉપયોગને ઘટાડવા અપીલ કરી.
શ્રી મોદીએ જણાવ્યું કે, આ પ્રયાસો વિકસિત ભારત તરફની યાત્રામાં દરેક નાગરિકનું સામૂહિક યોગદાન હશે.
Site Admin | એપ્રિલ 7, 2025 2:14 પી એમ(PM)
આજે વિશ્વ આરોગ્ય દિવસ નિમિત્તે પ્રધાનમંત્રી મોદીએ સ્વસ્થ વિશ્વનાં નિર્માણ પ્રત્યેની પ્રતિબધ્ધતાનો પુનરોચ્ચાર કર્યો.
