આજે ઇસ્ટર છે. એવું મનાય છે કે ગુડ ફ્રાઈડેના દિવસે ઈસુ ખ્રિસ્તને ક્રોસ પર ચડાવ્યા પછી, આજના દિવસે તેમનો પુનર્જન્મ થયો હતો. આજે, આ પ્રસંગે, વિશ્વભરના ચર્ચોમાં ખાસ પ્રાર્થના સભાઓ યોજાઈ રહી છે.રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરે ઈસ્ટરની શુભેચ્છાઓ પાઠવી છે. તેમણે પોતાના સંદેશમાં કહ્યું કે, આ તહેવાર નિઃસ્વાર્થ પ્રેમ અને સેવાનો સંદેશ આપે છે. રાષ્ટ્રપતિએ કહ્યું કે, ઈસુ ખ્રિસ્તનું જીવન આપણને સત્ય, ન્યાય અને કરુણાના માર્ગ પર ચાલવા માટે પ્રેરણા આપે છે. તેમણે ઈસુ ખ્રિસ્તના જીવન મૂલ્યોને અપનાવવા અને સમાજમાં શાંતિ અને સમૃદ્ધિને પ્રોત્સાહન આપવા અપીલ કરી.ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે કહ્યું કે, ઇસ્ટર આશા અને નવીનતાનું પ્રતીક છે. તેમણે કહ્યું કે, ઈસુ ખ્રિસ્તના કરુણા, ક્ષમા અને સેવાના શાશ્વત ઉપદેશો સુમેળભર્યા સમાજના નિર્માણનો માર્ગ મોકળો કરે છે.
Site Admin | એપ્રિલ 20, 2025 9:12 એ એમ (AM)
આજે વિશ્વભરમાં ઇસ્ટરની ઉજવણી-રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ઇસ્ટરની શુભેચ્છા પાઠવી
