આજે વિધાનસભા ગૃહમાં પૂરપ્રકોપને કારણે રાજ્યના ખેડૂતો સહાય ચૂકવવા અને આદિવાસી વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ બંધ કરવા અંગેનો વિરોધ પક્ષ દ્વારા સવાલો પૂછવામાં આવ્યાં હતા ત્યારે આ મામલે રાજ્ય સરકાર દ્વારા જવાબ આપવામાં આવ્યો હતો.વિપક્ષો દ્વારા પૂછાયેલા પ્રશ્નોના ગૃહમાં અપાયેલાં ઉત્તર અંગે પત્રકારોને માહિતી આપતાં ભાજપના પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે પૂરગ્રસ્ત વિસ્તારોનું કૃષિ મંત્રી દ્વારા સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું પાક નુકસાન એનો સર્વે કરવામાં આવ્યો હતો. આ સર્વે બાદ સરકારે રાજ્યના એક લાખ 36 હજાર ખેડૂતોને ૨૦૦ કરોડ રૂપિયાની રાહત આપવામાં આવી હતી (બાઈટ – અર્જુન મોઢવાડીયા નેતા ભાજપ) જ્યારે વિધાનસભામાં આદિવાસી વિસ્તારના વિદ્યાર્થીઓને પોસ્ટ મેટ્રિક શિષ્ય વૃતિ બંધ કરવાના મામલે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા ઉઠાવાયેલા મુદે ભાજપના ધારાસભ્ય નરેશ પટેલે કહ્યું હતું કે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃતિ બંધ નથી થઈ અને આજે પણ વિદ્યાર્થીઓને શિષ્યવૃતિ અપાય છે (બાઇટ- નરેશ પટેલ , ધારાસભ્ય ભાજપ)
Site Admin | ફેબ્રુવારી 25, 2025 3:08 પી એમ(PM) | ગુજરાત વિધાનસભા
આજે વિધાનસભા ગૃહમાં પૂરપ્રકોપને કારણે રાજ્યના ખેડૂતો સહાય ચૂકવવા અને આદિવાસી વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ બંધ કરવા અંગેનાં વિરોધ પક્ષે સવાલો પૂછ્યાં
