ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ફેબ્રુવારી 10, 2025 7:13 પી એમ(PM)

printer

આજે લોકસભામાં કેન્દ્રીય અંદાજપત્ર 2025-26 પર ચર્ચાફરી શરૂ થઈ

આજે લોકસભામાં કેન્દ્રીય અંદાજપત્ર 2025-26 પર ચર્ચાફરી શરૂ થઈ. ડીએમકે પાર્ટીના દયાનિધિ મારને આરોપ લગાવ્યો કે એનડીએ સરકારે આ અંદાજપત્રમાં સંપૂર્ણપણે કોર્પોરેટ ગૃહોનો પક્ષ લીધો છે અને બેરોજગારી અને ફુગાવા સહિત સામાન્યલોકોની વાસ્તવિક સમસ્યાઓ પર ધ્યાન આપ્યું નથી. ભારતીય જનતા પાર્ટીના સાંસદ અનુરાગ સિંહ ઠાકુરે 2025-26 ના અંદાજપત્રની પ્રશંસા કરી અને કહ્યું કે રાષ્ટ્રીય કલ્યાણ માટે આ અંદાજપત્ર માં દરેક ક્ષેત્રમાટે પૂરતી રકમ ફાળવવામાં આવી છે. તેમણે કહ્યું કે વર્ષ 2013-14માં સંરક્ષણઅંદાજપત્ર  2 લાખ કરોડ રૂપિયા હતું જે હવે વધારીને 6 લાખ 81 હજાર કરોડ રૂપિયાકરવામાં આવ્યું છે. તેમણે એમ પણ કહ્યું કે રેલવે અંદાજપત્ર  પણ રૂ. ૨૭ હજાર કરોડથી વધારીને રૂ. ૨ લાખ ૫૫ હજારકરોડ કરવામાં આવ્યું છે.