ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

મે 7, 2025 9:48 એ એમ (AM)

printer

આજે રાજ્યના 18 જિલ્લાઓમાં મોકડ્રિલ અંતર્ગત અંધારપટ છવાશે – લોકોને સહયોગ આપવા સરકારની અપીલ

કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલય દ્વારા આજે સિવિલ ડીફેન્સ મોક ડ્રીલનું આયોજન કરવાની સૂચના આપવામાં આવી છે. રાજ્યના 18 જિલ્લાઓમાં આજે સાંજે સાડા સાત વાગ્યાથી આઠ વાગ્યા સુધી અંધારપટ છવાશે. ત્યારે આ મોકડ્રિલ મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં તેમજ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી, ચીફ સેકેટરી એ.સી.એસ. હોમ અને ડી.જી.પી.ની ઉપસ્થિતિમાં ગઇકાલે સાંજે તમામ જિલ્લાના અધિકારીઓ સાથે વિડીયો કોન્ફરન્સ યોજીને તમામ તૈયારીઓની સમીક્ષા હાથ ધરવામાં આવી હતી.આ બેઠકમાં GEB, અગ્નિશામક, વન, PWD, તબીબી, હોમગાર્ડ, મહેસૂલ, કલેક્ટર અને પોલીસ ડીપાર્ટમેન્ટ, મ્યુનીશીપલ કમિશનર જેવા વિવિધ વિભાગની તૈયારીઓની પણ સમીક્ષા કરવામાં આવી હતી.ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આ અંગે વિગતો આપતા સામાન્ય નાગરિકોએ મોકડ્રીલના સંદર્ભમાં વોર્નિંગ સિગ્નલ અને ઓલ ક્લીયર સિગ્નલ સમજવા અપીલ કરી હતી..હર્ષ સંઘવીએ નાગરિકોને સહેજ પણ ગભરાયા વિના આ મોકડ્રિલમાં સહયોગ આપવા અપીલ કરી હતી.