હવામાન વિભાગે આજે નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગરહવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે. દરિયાકાંઠાએ 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાની શક્યતાને લઈ માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી અપાઇ છે. આ સાથે જ સૌરાષ્ટ્રમાં આવતીકાલથી વરસાદની તીવ્રતામાં વધારો થવાની શક્યતા છે. અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં ગઈકાલે સાંજે હળવોથી મધ્યમ વરસાદ પડ્યો હતો.
ભારે વરસાદના કારણે ખાડા પડવાથી શહેરીજનોને વાહન વ્યવહારમાં અગવડતા ન તે માટે અલગ અલગ વિસ્તારોમાં રસ્તાઓના રીપેરીંગની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત સાબરકાંઠા જિલ્લામાં ક્ષતિગ્રસ્ત થયેલ રસ્તાઓના મરામતની કામગીરી ચાલી રહી છે.
Site Admin | જુલાઇ 12, 2025 9:27 એ એમ (AM)
આજે નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગરહવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી
