ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

માર્ચ 30, 2025 2:36 પી એમ(PM)

printer

આજે દેશભરમાં વિવિધ તહેવારોની ઉજવણી

આજે દેશભરમાં ગુડીપડવો, ચૈત્ર નવરાત્રિ, ગુડી પડવા, ચેટીચાંદ, ઉગાડી સહિતનાં તહેવારોનું ભક્તિભાવ અને ઉલ્લાસભેર ઉજવણી થઈ રહી છે. આજે મહારાષ્ટ્ર સહિત સમગ્ર દેશમાં મરાઠી નવું વર્ષ ગુડી પડવો ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યુ છે. આ તહેવાર વસંત ઋતુના આગમનનું પ્રતીક છે.
આજથી ચૈત્ર નવરાત્રીનો પણ પ્રારંભ થઈ રહ્યો છે, જે રામ નવમી પર પૂર્ણ થશે. દેશનાં તમામ પ્રસિધ્ધ મંદિરો અને શક્તિપીઠોને શણગારવામાં આવ્યા છે. ભાવિકો મોટી સંખ્યામાં વિશેષ પૂજા અર્ચના માટે મંદિરોમાં જોવા મળી રહ્યા છે. આકાશવાણીની આરાધના યુટ્યુબ ચેનલ આજથી 6 એપ્રિલ દરમિયાન વિશેષ કાર્યક્રમો રજૂ કરશે. અનુપ જલોટા, નરેન્દર ચંચલ, જગજીત સિંહ, હરી ઓમ શરણ, મહેન્દ્ર કપૂર અને અનુરાધા પૌડવાલ જેવા પ્રસિધ્ધ કલાકારોનાં સ્વરમાં ગવાયેલા નવરાત્રિ ભજન રજૂ કરવામાં આવશે.
આજે સિંધી ભાઈ બહેનો દ્વારા ચેટીચાંદની પણ ઉલ્લાસભેર ઉજવણી કરાઈ રહી છે. આજે ભગવાન ઝુલેલાલની શોભાયાત્રા અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે દેશવાસીઓને ચૈત્ર નવરાત્રિ, ગુડી પડવા, ચેટીચાંદ, ઉગાડી, નવરેહ અને સાજીબુ-શેરોબા તહેવાર પ્રસંગે શુભેચ્છા પાઠવી છે.