ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

એપ્રિલ 6, 2025 2:08 પી એમ(PM)

printer

આજે દેશભરમાં રામ નવમીની પરંપરાગત ધાર્મિક ઉત્સાહ અને આસ્થા પૂર્વક ઉજવણી

આજે દેશભરમાં રામ નવમીની પરંપરાગત ધાર્મિક ઉત્સાહ અને આસ્થા પૂર્વક ઉજવણી થઈ રહી છે. આ તહેવાર ભગવાન વિષ્ણુના સાતમા અવતાર ભગવાન રામના આગમનનું પ્રતિક છે. ચૈત્ર મહિનાની સુદ નવમી તિથિએ રામનવમી ઉજવવામાં આવે છે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રામ નવમીના પવિત્ર તહેવાર પર દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે. સોશિયલ મીડિયા સંદેશમાં, તેમણે ધર્મ, ન્યાય અને ફરજના મૂલ્યો પર ભાર મૂક્યો છે. રાષ્ટ્રપતિએ રામ રાજ્યને શાસનનું આદર્શ મોડેલ ગણાવ્યું. તેમણે દેશવાસીઓને વિકસિત ભારતના નિર્માણ માટે સાથે મળીને કામ કરવાની હાકલ કરી. પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીએ દેશવાસીઓને સોશિયલ મીડિયાના માધ્યમથી ભગવાન શ્રી રામના આશીર્વાદ આપણા બધા પર રહે અને આપણને માર્ગદર્શન આપતા રહે તેવી શુભેચ્છા પાઠવી.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ