આજે દેશભરનાં 244 જિલ્લામાં નાગરિક સંરક્ષણ મોક ડ્રિલ યોજવામાં આવશે. નાગરિક સંરક્ષણ, ગૃહરક્ષકના ડાયરેક્ટર જનરલ વિવેક શ્રીવાસ્તવે જણાવ્યું કે, સામાન્ય માણસોએ ગભરાવાની કોઈ જરૂર નથી. આકાશવાણી સાથેની વિશેષ મુલાકાતમાં શ્રી શ્રીવાસ્તવે જણાવ્યું કે, કોઈ પણ બાહ્ય પડકારને પહોંચી વળવા માટે આ કવાયત કરવામાં આવી રહી છે.
આ નાગરિક સંરક્ષણ કવાયતમાં જિલ્લા કન્ટ્રોલર, જિલ્લા સત્તાવાળાઓ, નાગરિક સંરક્ષણ વોર્ડ, સ્વયંસેવકો અને ગૃહરક્ષકો ઉપરાંત, એનસીસી, એનએસએસ ઉપરાંત શાળા કોલેજોનાં વિદ્યાર્થીઓ ભાગ લેશે.
Site Admin | મે 7, 2025 2:55 પી એમ(PM)
આજે દેશભરનાં 244 જિલ્લાઓમાં નાગરિક સુરક્ષા મોક ડ્રીલ યોજાશે.
