હવામાન વિભાગે આજે દેશના ઉત્તરપશ્ચિમ, પૂર્વ અને મધ્ય ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. છત્તીસગઢ, રાજસ્થાન, ઓડિશા, ગંગાના કાંઠાના પશ્ચિમ બંગાળ, ઝારખંડમાં આગામી બે દિવસમાં ભારે વરસાદ પડશે.દરમિયાન હિમાચલ પ્રદેશના મોટાભાગના ભાગોમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે. હવામાન કેન્દ્ર શિમલાએ આજે શિમલા, સોલન અને સિરમૌર જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. બિલાસપુર, કાંગડા, કુલ્લુ અને મંડી જિલ્લામાં ભારે વરસાદ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
Site Admin | જુલાઇ 15, 2025 8:48 એ એમ (AM)
આજે દેશના ઉત્તરપશ્ચિમ, પૂર્વ અને મધ્ય ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી
