સુરતના લિંબાયતના નીલગિરિ સર્કલ ખાતે ગઈકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સુરત જિલ્લા અન્ન સુરક્ષા સંતૃપ્તિકરણ અભિયાનનો શુભારંભ કરાવ્યો હતો. દરમિયાન સભાને સંબોધતાં શ્રી મોદીએ કહ્યું, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના 81 કરોડથી વધુ લાભાર્થીઓ સાથે વિશ્વની સૌથી મોટી ખાદ્ય સુરક્ષા યોજના બની છે. કેન્દ્ર સરકારનું લક્ષ્ય દેશના દરેક પરિવારને પર્યાપ્ત પોષણ પ્રદાન કરીને દેશને એનિમિયા અને કુપોષણથી મુક્ત બનાવવાનું હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું.દરમિયાન શ્રી મોદીએ આંતર-રાષ્ટ્રીય મહિલા દિવસનો ઉલ્લેખ કરતા આ દિવસ નિમિત્તે તેમનું સોશિયલ મીડિયા એકાઉન્ટનું સંચાલન પ્રેરણાદાયી મહિલાઓ દ્વારા કરાશે. શ્રી મોદીએ મહિલા દિવસને નારીશક્તિઓની સિદ્ધિઓને ઉજવવાનો પ્રસંગ ગણાવ્યો હતો.અગાઉ, શ્રી મોદીએ સિલ્વાસામાં નમો હોસ્પિટલના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કર્યું. તેમણે સિલ્વાસામાં 2 હજાર 587 કરોડ રૂપિયાના 62 પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ પણ કર્યો, જેમાં વિવિધ ગામડાના રસ્તાઓ, શાળાઓ, આરોગ્ય અને સુખાકારી કેન્દ્રો, પંચાયત અને વહીવટી ઇમારતો, આંગણવાડી કેન્દ્રો, પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા સહિતની સુવિધાઓનો સમાવેશ થાય છે.
Site Admin | માર્ચ 8, 2025 11:12 એ એમ (AM)
આજે આંતર-રાષ્ટ્રીય મહિલા દિવસ, પ્રધાનમંત્રીએ આ દિવસને નારીશક્તિઓની સિદ્ધિઓને ઉજવવાનો પ્રસંગ ગણાવ્યો.
