આજે આંતરરાષ્ટ્રીય દિવ્યાંગ દિવસની ઉજવણી થઈ રહી છે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે નવી દિલ્હીમાં દિવ્યાંગ વ્યક્તિઓના આંતરરાષ્ટ્રીય દિવસ નિમીત્તે 33 વિશેષ વ્યક્તિઓ અને સંસ્થાઓને રાષ્ટ્રીય પુરસ્કારો એનાયત કરશે.
આ પ્રસંગે સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ડો. વિરેન્દ્ર કુમાર દિવ્યાંગ વ્યક્તિઓના જીવનને સમૃદ્ધ બનાવવાના હેતુથી સોળ નવી પહેલોનું પણ અનાવરણ કરશે. આ પહેલ સમાવેશીતા, નવીનતા અને ટેકનોલોજીનો વિસ્તાર કરે છે, કેટલીક ચાવીરૂપ પહેલોમાં બ્રેઇલ બુક પોર્ટલ સહિતની ત્રણ પહેલોનો સમાવેશ થાય છે. સામાજિક પરિવર્તનને પ્રેરિત કરવાના ઉદેશ સાથે આ ઉજવણી કરવામાં આવી રહી છે.. જેમાં સરકારી અને બિન-સરકારી સંસ્થાઓ, નિષ્ણાતો અને વિવિધ હિસ્સેદારોના પ્રતિનિધિઓને એકમંચ્ પર લાવવાનો પણ પ્રયાસ છે.
Site Admin | ડિસેમ્બર 3, 2024 9:28 એ એમ (AM) | દિવ્યાંગ દિવસ
આજે આંતરરાષ્ટ્રીય દિવ્યાંગ દિવસ નિમિત્તે રાષ્ટ્રપતિ રાષ્ટ્રીય પુરસ્કારો એનાયત કરશે.
