હવામાન વિભાગે આજે અરુણાચલ પ્રદેશ, પૂર્વ મધ્યપ્રદેશ, પૂર્વ રાજસ્થાન, ગુજરાત, હિમાચલ પ્રદેશ, કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં અલગ અલગ સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે.હવામાન વિભાગે આગામી છ દિવસ દરમિયાન દેશના પૂર્વ, મધ્ય, ઉત્તર-પશ્ચિમ અને ઉત્તરપૂર્વીય ભાગોમાં ગાજવીજ અને વીજળી સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. કેરળ, માહે, લક્ષદ્વીપ, કર્ણાટક અને તેલંગાણામાં પણ આવી જ સ્થિતિ રહેવાની શક્યતા છે. દિલ્હીમાં આજે ગાજવીજ અને વીજળી સાથે હળવો વરસાદ પડી શકે છે.
Site Admin | જુલાઇ 3, 2025 8:15 એ એમ (AM)
આજે અરુણાચલ પ્રદેશ, પૂર્વ મધ્યપ્રદેશ, પૂર્વ રાજસ્થાન, ગુજરાત, હિમાચલ પ્રદેશ, કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં અલગ અલગ સ્થળોએ ભારે વરસાદની આગાહી
