ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

એપ્રિલ 8, 2025 3:24 પી એમ(PM)

printer

આજથી દેશભરમાં પોષણ પખવાડિયાની ઉજવણીનો પ્રારંભ

મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે આજથી પોષણ પખવાડિયાની ઉજવણી શરૂ કરી છે. દેશભરમાંથી કુપોષણ દૂર કરવાની સરકારની પ્રતિબધ્ધતાનાં ભાગ રૂપે આયોજિત આ કાર્યક્રમ 22 એપ્રિલ સુધી ચાલશે.
કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી અન્નપૂર્ણા દેવી પખવાડિયાનાં પ્રથમ સપ્તાહમાં અરુણાચલ પ્રદેશની મુલાકાત લેશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવેલા પોષણ અભિયાનનો ઉદ્દેશ સગર્ભા સ્ત્રીઓ, સ્તનપાન કરાવતી માતાઓ, કિશોરીઓ અને છ વર્ષથી ઓછી ઉંમરના બાળકોને પોષણ પૂરું પાડવાનો છે.
દેશભરમાં વર્ષમાં બે વાર સપ્ટેમ્બર અને માર્ચ-એપ્રિલ માસમાં અનુક્રમે ‘પોષણ માસ’ અને ‘પોષણ પખવાડિયું’ ઉજવવામાં આવે છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ