અરબ સાગરમાં લો પ્રેશર સર્જાતા ગુજરાતમાં બે સિસ્ટમ એક સાથે સક્રિય હોવાથી આગામી 36 થી 48 કલાક દરમિયાન દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતાઓ છે. આજે ઉત્તર ગુજરાતને બાદ કરતા રાજ્યભરમાં મધ્યમથી ભારે વરસાદની ચેતવણી છે. બે દિવસ બાદ વરસાદની તીવ્રતા ઘટી શકે છે. આજે વહેલી સવારે અમદાવાદ શહેરમાં ભારે ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો.
હવામાન વિભાગના ડાયરેક્ટર એકે દાસના જણાવ્યા પ્રમાણે આજે અમદાવાદ શહેરનું મહત્તમ તાપમાન 34 થી 35 ડિગ્રી સેલ્સિયસ ની આસપાસ રહેવાની શક્યતાઓ છે
Site Admin | ઓક્ટોબર 21, 2024 3:15 પી એમ(PM)
આગામી 36 થી 48 કલાક દરમિયાન દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતાઓ
