આગામી 3 દિવસ દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે, નર્મદા, છોટાઉદેપુર અને ભરૂચ જિલ્લાઓ માટે ભારેથી અતિભારે વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કરાયું છે. આગામી 5 દિવસ દરમિયાન રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના છે અને પવનની ગતિ 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની શક્યતા છે. હવામાન વિભાગના નિયામક ડો. એ.કે.દાસે જણાવ્યું કે આજે દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે LCS-3 સિગ્નલ લગાવવામાં આવ્યું છે.
Site Admin | સપ્ટેમ્બર 4, 2025 7:13 પી એમ(PM)
આગામી 3 દિવસ દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી
