મે 6, 2025 10:15 એ એમ (AM)

printer

આગામી પાંચ દિવસ દરમિયાન રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેવાની આગાહી

હવામાન વિભાગ દ્વારા આજે પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરાઈ છે, આજે ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આણંદ, વડોદરા, સુરત, અમરેલી, મહેસાણા, સાબરકાંઠા, દાહોદ, રાજકોટ સહિત અનેક જિલ્લામાં વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. હવામાન વિભાગે આગામી પાંચ દિવસ રાજ્યમાં વરસાદી માહોલ યથાવત્ રહેવાની આગાહી કરી છે.