એપ્રિલ 5, 2025 7:57 પી એમ(PM)

printer

આગામી ત્રણ દિવસમાં રાજ્યમાં મહતમ તાપમાન બે ડિગ્રી વધવાની હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગે આગામી ત્રણ દિવસમાં રાજ્યના મહતમ તાપમાનમાં બે ડિગ્રી જેટલો વધારો થવાની આગાહી વ્યક્ત કરી છે અને 6 તથા 7 એપ્રિલે કચ્છમાં હીટવેટ માટેનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર અને કચ્છમાં સરેરાશ મહતમ તાપમાન 40 થી 43 ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના છે.
આવતીકાલે રાજકોટમાં અને મોરબીમાં ઓરેન્જ એલર્ટ અને પોરબંદર,જુનાગઢ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને મહેસાણામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં મહતમ તાપમાન ભુજ ખાતે 44.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.