હવામાન વિભાગે આગામી 7 દિવસ દરમિયાન દેશના ઉત્તરપશ્ચિમ, મધ્ય, પૂર્વ અને ઉત્તરપૂર્વ ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. ગુજરાત અને ઓડિશામાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે.
હવામાન વિભાગે આજે દરિયાકાંઠાના કર્ણાટક, પૂર્વ રાજસ્થાન, ઝારખંડ, કેરળ, માહે, મધ્ય મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, ઓડિશા, પંજાબ, તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ અને ઉત્તરાખંડમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે.
હવામાન વિભાગે અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ, હરિયાણા, ચંદીગઢ અને દિલ્હીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી પણ કરી છે.
Site Admin | જૂન 26, 2025 9:30 એ એમ (AM)
આગામી એક સપ્તાહ દરમિયાન ગુજરાત, મહારાષ્ટ્ર સહિતનાં અનેક રાજ્યોમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
