ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

એપ્રિલ 26, 2025 8:11 એ એમ (AM)

printer

આઈપીએલ ક્રિકેટમાં આજે કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે કોલકાતા નાઈટ રાઈડર્સનો મુકાબલો પંજાબ કિંગ્સ સામે સાંજે સાડા સાત વાગે થશે

આઈપીએલ ક્રિકેટમાં આજે કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે કોલકાતા નાઈટ રાઈડર્સનો મુકાબલો પંજાબ કિંગ્સ સામે સાંજે સાડા સાત વાગે થશે.
દરમ્યાન ગઈકાલે રાત્રે સનરાઈઝર્સ હૈદરાબાદે ચેન્નાઈ સુપર કિંગ્સને પાંચ વિકેટથી હરાવ્યું. ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદે 155 રનનો લક્ષ્યાંક 18 ઓવર અને ચાર બોલમાં પાંચ વિકેટે હાંસલ કરી લીધો હતો. હૈદરાબાદ તરફથી ઈશાન કિશને 44 રન બનાવ્યા. ચેન્નાઈ સુપર કિંગ્સના નૂર અહેમદે બે વિકેટ લીધી. ડેવાલ્ડ બ્રેવિસે 42 રન બનાવ્યા. પ્રથમ બેટિંગ કરતા, ચેન્નાઈ સુપર કિંગ્સ 19 ઓવર અને પાંચ બોલમાં 154 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. સનરાઇઝર્સ હૈદરાબાદના હર્ષલ પટેલે 4 વિકેટ લીધી. તેને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ