ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જૂન 1, 2025 6:40 પી એમ(PM)

printer

આઇસીસી જૂન મહિનાથી ટેસ્ટ મેચો અને જુલાઇથી અન્ય મેચો માટે તાત્કાલિક અસરથી નવા નિયમ લાગુ કરશે.

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ-આઇસીસી જૂન મહિનાથી ટેસ્ટ મેચો અને જુલાઇથી અન્ય મેચો માટે તાત્કાલિક અસરથી નવા નિયમ લાગુ કરશે. એક મહત્વપૂર્ણ ફેરફારમાં વન-ડેમાં બીજા નવા બોલને તબક્કાવાર રીતે દૂર કરવામાં આવશે. હાલમાં, 50 ઓવરની મેચોમાં પ્રતિ ઇનિંગ બે નવા બોલનો ઉપયોગ થાય છે. સુધારેલા નિયમ પ્રમાણે 34મી ઓવર સુધી બે નવા બોલનો ઉપયોગ થશે અને ત્યારબાદ ફિલ્ડિંગ ટીમ બાકીની ઇનિંગ માટે બેમાંથી એક બોલની પસંદગી કરશે. પ્રથમ ઇનિંગની શરૂઆત પહેલાં 25 ઓવર કે તેનાંથી ઓછી મેચોમાં પ્રત્યેક ટીમ માત્ર એક જ બોલથી રમશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ