ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

એપ્રિલ 24, 2025 8:22 એ એમ (AM)

printer

આઇપીએલની મેચમાં મુંબઇ ઇન્ડિયન્સે હૈદરાબાદ સનરાઇઝર્સને હરાવ્યું.

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ ગઈકાલે હૈદરાબાદમાં સનરાઇઝર્સ હૈદરાબાદ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચેની IPL મેચમાં,આતંકવાદી હુમલાના પીડિતોને શ્રદ્ધાંજલિ આપવા માટે 60 સેકન્ડનું મૌન પાળવામાં આવ્યું હતું.
સમગ્ર મેચ દરમિયાન, ખેલાડીઓ, મેચ અધિકારીઓ, કોમેન્ટેટરો અને સપોર્ટ સ્ટાફે કાળી પટ્ટી પહેરીને શોક વ્યકત કર્યો હતો.
BCCIના સચિવ દેવજીત સૈકિયાએ જણાવ્યું હતું કે પહેલગામ ખાતે થયેલા ભયાનક આતંકવાદી હુમલામાં નિર્દોષ લોકોના જીવ ગુમાવવાથી ક્રિકેટ સમુદાય ખૂબ જ આઘાત અને દુઃખમાં છે. શ્રી સૈકિયાએ શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે હૃદયપૂર્વક સંવેદના વ્યક્ત કરી અને દિવંગત આત્માઓ માટે પ્રાર્થના કરી.
આઈપીએલ ટી20 ક્રિકેટમાં, મુંબઈ ઈન્ડિયન્સે ગઈકાલે રાત્રે હૈદરાબાદમાં યજમાન સનરાઈઝર્સ હૈદરાબાદને 7 વિકેટથી હરાવ્યું. મુંબઈ ઈન્ડિયન્સે ૧૪૪ રનના લક્ષ્યાંકને સરળતાથી પાર કરી લીધો અને ૧૫.૪ ઓવરમાં ત્રણ વિકેટે ૧૪૬ રન બનાવી લીધા.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.