ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

સપ્ટેમ્બર 9, 2024 3:06 પી એમ(PM) | આંધ્રપ્રદેશ | પૂર

printer

આંધ્રપ્રદેશમાં આવેલા પૂરના કારણે લગભગ 6 લાખ લોકો પ્રભાવિત થયા

આંધ્રપ્રદેશમાં આવેલા પૂરના કારણે લગભગ 6 લાખ લોકો પ્રભાવિત થયા છે અને હજુ પણ અનેક લોકો પૂરમાં ફસાયેલા છે. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રાબાબુ નાયડુએ ગઈકાલે વિજયવાડા કલેક્ટર કચેરી ખાતે પત્રકારોને આ માહિતી આપી હતી.
તેમણે જણાવ્યું હતું કે, હવામાનમાં પરિવર્તન અને વાદળ ફાટવાના કારણે રાજ્યમાં અતિશય વરસાદ થયો છે. શ્રી નાયડુએ કહ્યું કે પૂર પ્રભાવિત લોકોને રાહત સામગ્રી પહોંચાડવામાં આવી રહી છે અને પરિસ્થિતિ કાબૂમાં છે.
મુખ્યમંત્રીએ શ્રીકાકુલમ અને ASR જિલ્લામાં વધુ વરસાદ અંગે ચેતવણી આપતા કહ્યું હતું કે વિવિધ જળાશયો પર નજર રાખવામાં આવી રહી છે. સરકાર ભોજન, પાણી અને મેડિકલ કેમ્પ પર વિશેષ ધ્યાન આપી રહી છે. જાહેર સુરક્ષા એ સર્વોચ્ચ પ્રાથમિકતા છે અને સરકાર ભવિષ્યમાં આવી આફતોને રોકવા માટે પ્રતિબદ્ધ હોવાનું તેમણે વધુમાં જણાવ્યું હતું.