સપ્ટેમ્બર 2, 2024 3:06 પી એમ(PM) | આંધ્રપ્રદેશ | પૂર

printer

આંધ્રપ્રદેશના રાજ્યપાલે વિજયવાડા અને આસપાસના વિસ્તારમાં ભારે વરસાદ અને પૂરના કારણે અસરગ્રસ્ત થયેલા સામાન્ય જનજીવન અંગે ચિંતા વ્યક્ત કરી

આંધ્રપ્રદેશના રાજ્યપાલ એસ. અબ્દુલ નઝીરે વિજયવાડા અને આસપાસના વિસ્તારમાં ભારે વરસાદ અને પૂરના કારણે અસરગ્રસ્ત થયેલા સામાન્ય જનજીવન અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું, પાણીમાં ડૂબેલા વિસ્તારમાં રહેનારા લોકોએ બચાવ માટે તાત્કાલિક સરકારી અધિકારીઓનો સંપર્ક કરવો જોઈએ. રાજ્યપાલે વરસાદ સાથે સંબંધિત ઘટનાઓમાં જીવ ગુમાવનારા લોકો પ્રત્યે પણ દુઃખ વ્યક્ત કરી તેમના પરિવારને સંવેદના પાઠવી હતી.