ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

એપ્રિલ 13, 2025 7:49 પી એમ(PM)

printer

આંધ્રપ્રદેશના અનાકાપલ્લે જિલ્લામાં ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ થતાં છ લોકોના મોત થયા

આંધ્રપ્રદેશના અનાકાપલ્લે જિલ્લાના કોટાવુરુતલા મંડળના કૈલાસપટ્ટનમ ગામમાં આજે ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ થતાં છ લોકોના મોત થયા છે. ગંભીર રીતે ઘાયલ થયેલા સાત લોકોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
અનાકાપલ્લે જિલ્લા પોલીસના જણાવ્યા અનુસાર, વિસ્ફોટ બપોરે થયો હતો. ઘટના સમયે ફેક્ટરીમાં આશરે 30 કામદારો હાજર હતા. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ અકસ્માત પર દુઃખ વ્યક્ત કર્યું છે અને જિલ્લા વહીવટીતંત્રને ઘાયલોને પૂરતી સારવાર આપવાનો અને સમગ્ર ઘટનાની સંપૂર્ણ તપાસ કરવા નિર્દેશ આપ્યો છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ફેક્ટરીની દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો. પ્રધાનમંત્રીએ દરેક મૃતકના નજીકના સંબંધીઓને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50 હજાર રૂપિયાની સહાયની જાહેરાત કરી.