અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે અમેરિકા આવતા મહિને કેનેડાથી થતી આયાત પર 35 ટકા ટેરિફ લાદશે અને મોટાભાગના અન્ય વેપારી ભાગીદારો પર 15 ટકા અથવા 20 ટકાના ટેરિફ લાદવાની યોજના ધરાવે છે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રકાશિત એક પત્રમાં, રાષ્ટ્રપતિ ટ્રમ્પે કેનેડાના પ્રધાનમંત્રી માર્ક કાર્નેને કહ્યું કે નવા દર 1 ઓગસ્ટથી અમલમાં આવશે અને જો કેનેડા બદલો લેશે તો તેમાં વધારો થશે.
ગઈકાલે એક ટીવી ન્યૂઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં, અમેરિકી પ્રમુખે કહ્યું હતું કે અન્ય વેપારી ભાગીદારો પર વ્યાપક ટેરિફ લાદવાની યોજના ધરાવે છે
શ્રી ટ્રમ્પે તાજેતરના દિવસોમાં તેમના વેપાર યુદ્ધનો વિસ્તાર કર્યો છે, જાપાન અને દક્ષિણ કોરિયા સહિત ઘણા દેશો પર નવા ટેરિફ લાદ્યા છે, તેમજ તાંબા પર 50 ટકા ટેરિફ લાદ્યો છે.
Site Admin | જુલાઇ 11, 2025 9:45 એ એમ (AM)
અમેરિકા આવતા મહિને કેનેડાથી થતી આયાત પર 35 ટકા ટેરિફ લાદશે
