ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

મે 6, 2025 7:49 પી એમ(PM)

printer

અમેરિકામાં, ટ્રમ્પ પ્રશાસને હાર્વર્ડ વિશ્વવિદ્યાલયને નવું અનુદાન મેળવવા પર પ્રતિબંધ મૂક્યો.

અમેરિકામાં, ટ્રમ્પ વહીવટીતંત્રે હાર્વર્ડ વિશ્વવિદ્યાલયને નવું ફેડરલ અનુદાન મેળવવા પર પ્રતિબંધ મૂક્યો છે, જેના કારણે યહૂદી-વિરોધ, રાજકીય પક્ષપાત અને ગેરવહીવટના આરોપો પર આઇવી લીગ સ્કૂલ સાથેનો તેનો સંઘર્ષ વધુ તીવ્ર બન્યો છે. આ પગલાથી પ્રતિષ્ઠિત સંસ્થાને ભવિષ્યમાં મળતું સંશોધન અનુદાન અને અન્ય સહાયના અબજો ડોલર મળતા બંધ થઈ જશે. ગઈકાલે હાર્વર્ડને લખેલા એક પત્રમાં, શિક્ષણ સચિવ લિન્ડા મેકમોહને જણાવ્યું હતું કે જ્યાં સુધી વિશ્વવિદ્યાલય સાબિત ન કરે કે તે તેનું જવાબદારીપૂર્વક સંચાલન કરી શકે છે ત્યાં સુધી તેને નવું અનુદાન મળશે નહીં.