અમેરિકાની એક અદાલતે વિદેશી વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા માટે હાર્વર્ડ યુનિવર્સિટીની માન્યતા રદ કરવાના ટ્રમ્પ વહીવટીતંત્રના આદેશને અસ્થાયી રૂપે રોક લગાવી છે. ટ્રમ્પ વહીવટીતંત્રના ગૃહ મંત્રાલયે એક દિવસ પહેલા જ વિદેશી વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા માટે હાર્વર્ડ યુનિવર્સિટીનું પ્રમાણપત્ર રદ કરી દીધું હતું. આ યુનિવર્સિટીમાં લગભગ 780 ભારતીય વિદ્યાર્થીઓ છે.
હાર્વર્ડ યુનિવર્સિટીના પ્રમુખ એલન એમ. ગાર્બરે આ કાર્યવાહીની નિંદા કરી છે અને તેને ગેરકાયદેસર અને અયોગ્ય ગણાવી છે.
ટ્રમ્પ વહીવટીતંત્રે પેલેસ્ટિનિયન તરફી વિરોધ પ્રદર્શનો અને યહૂદી વિદ્યાર્થીઓ પરના હુમલાઓને બંધ કરવા માટે યુનિવર્સિટીને આપવામાં આવતા તમામ રાજ્ય ભંડોળને સ્થગિત કરી દીધું છે. વહીવટીતંત્રે યુનિવર્સિટીની કર મુક્તિ સુવિધા રદ કરી છે.
Site Admin | મે 24, 2025 9:01 એ એમ (AM)
અમેરિકાની એક અદાલતે વિદેશી વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા માટે હાર્વર્ડ યુનિવર્સિટીની માન્યતા રદ કરવાના ટ્રમ્પ વહીવટીતંત્રના આદેશ પર અસ્થાયી રૂપે રોક લગાવી
