ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જુલાઇ 7, 2025 1:37 પી એમ(PM)

printer

અમેરિકાના વિરોધી દેશો પર વધારાની 10 ટકા ટેરિફ લાદવાની રાષ્ટ્રપતિ ટ્રમ્પની ચેતવણી

અમેરિકાએ ભારત સહિતના કેટલાંક દેશો પર લાદેલી ટેરિફ હવે પહેલી ઓગસ્ટથી લાગુ પડશે. અગાઉ આ ટેરિફ 9 જુલાઇથી લાગુ પડવાની હતી.
વાણિજ્ય સચિવ હોવર્ડ લુટનિકે આ જાહેરાત કરતા જણાવ્યું કે, રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ટ ટ્રમ્પ ટેરિફ રેટ અને સોદો નક્કી કરી રહ્યા છે.
દરમિયાન શ્રી, ટ્રમ્પે ચેતવણી આપી છે કે તેમનું વહીવટીતંત્ર એવા દેશો પર વધારાની દસ ટકા ટેરિફ લાદશે, જે પોતાને બ્રિક્સની અમેરિકા વિરોધી નીતિઓ ગણાવે છે. એક સોશિયલ મીડિયા સંદેશમાં તેમણે કહ્યું કે આ નીતિમાં કોઈ અપવાદ રહેશે નહીં. બ્રાઝિલ, ચીન, દક્ષિણ આફ્રિકા અને ભારતના જૂથ બ્રિક્સે અમેરિકા દ્વારા ટેરિફમાં વધારાની ટીકા કર્યા બાદ ટ્રમ્પની આ ટિપ્પણી આવી છે.
બ્રાઝિલમાં મળેલા સંમેલનમાં બ્રિક્સ દેશોએ ઈરાન પર તાજેતરમાં અમેરિકા અને ઇઝરાયેલે કરેલા હુમલાની પણ ટીકા કરી હતી.
દરમિયાન, શ્રી ટ્રમ્પે જાહેરાત કરી છે કે અમેરિકાના ટેરિફ પત્રો અને વિશ્વભરના વિવિધ દેશો સાથેના સોદાઓ આજથી શરૂ કરાશે. ટ્રમ્પ વહીવટી તંત્ર દ્વારા ઊંચી ડ્યુટી લાદવા પરનો 90 દિવસનો વિરામ બુધવારે સમાપ્ત થઈ રહ્યો છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ