અમેરિકાના પ્રવાસે ગયેલા વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરે ભારત અને અમેરિકા વચ્ચે ચાલી રહેલી વ્યાપાર વાટાઘાટોના સફળ નિષ્કર્ષની આશા વ્યક્ત કરી…વિદેશ મંત્રી ડૉ. જયશંકરે ભારત અને અમેરિકા વચ્ચેના છેલ્લા 25 વર્ષના સમયગાળા દરમિયાનના સંબંધોની પણ પ્રશંસા કરી છે.તેમણે નોંધ્યું છે કે છેલ્લા પાંચ અમેરિકન રાષ્ટ્રપતિઓના કાર્યકાળ દરમિયાન બંને દેશોએ મજબૂત અને “ખૂબ જ સકારાત્મક” સંબંધોને વિકસાવ્યા છે. તેમણે નોંધ્યું કે છેલ્લા 25 વર્ષોમાં ભારત-અમેરિકા સંબંધોની હારમાળા “ખૂબ જ મજબૂત” રહી છે તેમણે કહ્યુ કે માળખાકીય પરિબળો અર્થશાસ્ત્ર, ટેકનોલોજી, શિક્ષણ, સુરક્ષા અને ઊર્જા સાથેના સંબંધો વધુ વિકસ્યા છે..
વિદેશ મંત્રીએ કહ્યું કે બંને દેશો ખૂબ જ મહત્વપૂર્ણ વેપાર વાટાઘાટોમાં વ્યસ્ત છે અને તેનો સફળ નિષ્કર્ષ આવશે તેવી આશા વ્યક્ત કરી હતી.
Site Admin | જુલાઇ 1, 2025 2:32 પી એમ(PM)
અમેરિકાના પ્રવાસે ગયેલા વિદેશ મંત્રી ડો. એસ જયશંકરે ભારત અને અમેરિકા વચ્ચે ચાલી રહેલી વ્યાપાર વાટાઘાટોના સફળ નિષ્કર્ષની આશા વ્યક્ત કરી.
