અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડાથી સ્ટીલ અને એલ્યુમિનિયમની આયાત પર જકાતમાં મોટા વધારાની જાહેરાત કરી છે. પ્રારંભમાં 25 ટકાની આયાત બમણી કરીને 50 ટકા કરવામાં આવી છે. નવા દર આજથી અમલી બન્યા છે. અમેરિકાના ગ્રાહકો માટે વીજળી દરમાં વધારો કરવાના કેનેડાના નિર્ણયનાં જવાબમાં ટ્રમ્પે કેનેડાની આયાત પર જકાત બમણી કરી છે. કેનેડાના ક્યુબેક પ્રાંતે અમેરિકાનાં વીજળી બજાર પર 25 ટકા પેનલ્ટી લાદી છે. આ નિર્ણયને પગલે ટ્રમ્પે અમેરિકાનાં અસરગ્રસ્ત રાજ્યોમાં વીજળી અંગેની રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી છે.
Site Admin | માર્ચ 12, 2025 2:00 પી એમ(PM) | અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે
અમેરિકાએ કેનેડાથી સ્ટીલ અને એલ્યુમિનિયમની આયાત પર જકાત બમણી કરી
