ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

મે 1, 2025 9:37 એ એમ (AM)

printer

અમૂલ દૂધના ભાવમાં પ્રતિલિટર બે રૂપિયાનો વધારો, રાજ્ય સહિત દેશભરમાં આજથી અમલી

અમૂલ દૂધના ભાવમાં પ્રતિલિટર બે રૂપિયાનો વધારો કરાયો છે. ગુજરાત સહિત સમગ્ર દેશમાં આજે પહેલી મેથી આ ભાવ વધારો લાગુ થશે. આણંદના અમારા પ્રતિનિધિ પરેશ મકવાણા જણાવે છે, ગુજરાત કો-ઑપરેટિવ માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ-અમૂલ દ્વારા 11 મહિના બાદ દૂધના ભાવમાં વધારો કરાયો છે.હવે આજથી અમૂલ સ્ટાન્ડર્ડ દૂધનું 500 મિલિલિટરનું પાઉચ 31, અમૂલ ગોલ્ડનું પાઉચ 34, ગાયના દૂધનું પાઉચ 29, શક્તિનું પાઉચ 31, બફેલો દૂધનું પાઉચ 37 અને અમૂલ ટી સ્પેશિયલનું પાઉચ 32 રૂપિયામાં મળશે. આ પહેલા જાન્યુઆરીમાં દૂધના એક લિટરના પાઉચ પર એક રૂપિયાનો ઘટાડો કરાયો હતો.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ