ઓક્ટોબર 27, 2024 7:38 પી એમ(PM)

printer

અમરેલી જીલ્લામાં આજે સાંજે પાંચ વાગ્યાની આસપાસ 3.7ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો

અમરેલી જીલ્લામાં આજે સાંજે પાંચ વાગ્યાની આસપાસ 3.7ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.ધારી, ખાંભા, લાઠી, લીલીયા, સાવરકુંડલા સુધી ભૂકંપનો આંચકા આવ્યા હતા. આ ભૂકંપનું કેન્દ્ર બિંદુ અમરેલીથી 41 કિમી દૂર નોંધાયું છે.અમારા અમરેલીના પ્રતિનિધિ હરેશ ટાંક જણાવે છે કે, ખાંભાના તાતણીયા ગામે ભૂકંપનો આચકોઆવતા લોકો ઘરની બહાર દોડી ગયા હતા. અમરેલી જીલ્લા કલેકટર અજય દહિયાએ જણાવ્યું હતુંકે, હાલ કોઈ નુકસાની કે જાનહાનિની માહિતી મળી નથી.