અમરેલી જિલ્લા પંચાયતનું 796.13 કરોડનું બજેટ સર્વાનુમતે મંજૂર કરાયું છે.સાંસદ અને જિલ્લા પંચાયત પ્રમુખ ભરત સુતરીયાની અધ્યક્ષતામાં અમરેલી જિલ્લા પંચાયતની ગઇકાલે યોજાયેલી સભામાં વર્ષ 2025-26નું 796.13 કરોડ રૂપિયાનું બજેટ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતું.આ સભામાં 13 મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. જિલ્લા પંચાયતની વિવિધ સમિતિઓની કાર્યવાહી નોંધને બહાલી આપવામાં આવી હતી. ખાંભા અને લાઠી તાલુકાના બે ગામોના નામ ફેરફાર કરવામાં આવ્યા હતા.સિંચાઈ વિભાગના વિવિધ કામો અંગે પણ ચર્ચા થઈ હતી.
Site Admin | માર્ચ 1, 2025 9:53 એ એમ (AM)
અમરેલી જિલ્લા પંચાયતનું 796.13 કરોડનું બજેટ સર્વાનુમતે મંજૂર કરાયું છે.
