અમરેલી જિલ્લામાં ગાડીમાં ગૂંગળાઈ જવાથી એક જ પરિવારના ચાર બાળકના મોત નીપજ્યા છે. અમરેલી જિલ્લાના અમારા પ્રતિનિધિ હરેશ ટાંક જણાવે છે કે, અમરેલી તાલુકાના રાંઢિયા ગામમાં બાળકો રમતી વખતે કારમાં બેસી ગયા હતા. ત્યારબાદ કાર લૉક થઈ જતાં ચારેય બાળકોના ગૂંગળાઈ જવાથી મોત નીપજ્યા હતા.
નાયબ પોલીસ અધિક્ષક ચિરાગ દેસાઈએ જણાવ્યું હતું કે, 2 નવેમ્બરે મૃતક બાળકોના માતાપિતા કામ પર ગયા હતા. દરમિયાન આ બનાવ બન્યો હતો. તાલુકા પોલીસ આ અંગે તપાસ કરી રહી છે.
Site Admin | નવેમ્બર 4, 2024 3:17 પી એમ(PM)
અમરેલી જિલ્લામાં ગાડીમાં ગૂંગળાઈ જવાથી એક જ પરિવારના ચાર બાળકના મોત
