ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જુલાઇ 20, 2025 9:47 એ એમ (AM)

printer

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 201મું અંગદાન. અત્યાર સુધીમાં 641 વ્યક્તિઓને નવ જીવન પ્રાપ્ત થયું

અમદાવાદની અસારવા સ્થિત સિવિલ હોસ્પિટલને ગુપ્ત અંગદાન મળ્યુ હતું. આ 201માં અંગદાનમાં બે કિડની અને એક લિવરનું દાન મળ્યું હતું. સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં છેલ્લા સાડા ચાર વર્ષ જેટલા સમયમાં 201 અંગદાન કરવામાં આવ્યા છે જેના થકી 660 અંગોનું દાન મળ્યું છે અને 641 વ્યક્તિઓને નવજીવન પ્રાપ્ત થયું હોવાનો પણ આ પ્રસંગે ઉલ્લેખ કરાયો હતો.અમદાવાદના અસારવા સ્થિત સિવિલ હોસ્પિટલમાં રાજ્ય સ્તર નો બ્રેઇન ડેડ ડિકલેરેશન સેમિનાર યોજાયો. રાજ્યની 6 સરકારી મેડિકલ કોલેજ તેમજ 13 જીએમઇઆર મેડિકલ કોલેજના ડીન, સુપ્રિટેન્ડન્ટ મેડિસિન, એનેસ્થેસિયા વિભાગના ફેકલ્ટી, રેસીડન્ટ ડોક્ટર્સ , મેડિકલ ઓફિસર નર્સિંગ સ્ટાફ વિગેરે ને રાજ્યમાં બ્રેઈન ડેડ ડિકલેરેશન તેમજ અંગદાન વધે તે હેતુથી વિગતે માહીતી આપવામાં આવી.આ કાર્યશાળામાં રાજ્યભરની અલગ અલગ હોસ્પિટલોમાંથી આવેલા 225 કરતા વધારે લોકો ને બ્રેઇન ડેડ દર્દીના લક્ષણો અને તેને કઇ રીતે ઓળખવુ, બ્રેઇન ડેડ દર્દીનુ મેનેજમેન્ટ કઇ રીતે કરવુ, બ્રેઇન ડેડ કન્ફર્મ કરવા એપ્નીઆ ટેસ્ટ કઇ રીતે કરવો તેમજ બ્રેઇન ડેડ દર્દીના સગાને ક્યારે અને કઇ રીતે કાઉન્સીલીંગ કરવુ જેવા વિવિધ પાસાઓ ઉપર માહીતી આપવામાં આવી હતી.