નવેમ્બર 22, 2024 7:25 પી એમ(PM) | અમદાવાદ સિવિલ હૉસ્પિટલ

printer

અમદાવાદ સિવિલ હૉસ્પિટલમાં માત્ર 2 દિવસમાં 10 દર્દીઓની લિથ્રોટ્રિપ્સીથી ઑપરેશન વગર જ પથરીની સારવાર કરવામાં આવી

અમદાવાદ સિવિલ હૉસ્પિટલમાં માત્ર 2 દિવસમાં 10 દર્દીઓની લિથ્રોટ્રિપ્સીથી ઑપરેશન વગર જ પથરીની સારવાર કરવામાં આવી છે. સિવિલ હૉસ્પિટલના અધિક્ષક ડૉ. રાકેશ જોષીએ જણાવ્યું કે, પથરીની સારવાર માટે દર્દીઓએ હવે ખાનગી હૉસ્પિટલમાં જવાની જરૂર નથી. હાલમાં પથરીની સારવાર માટેની પ્રતીક્ષા યાદીમાં રહેલા 40 દર્દીઓની પણ ઝડપથી સારવાર કરાશે.
આ અંગે સિવિલ હૉસ્પિટલ યુરૉલોજી વિભાગના વડા ડૉ. શ્રેણીક શાહે જણાવ્યું કે, લિથોટ્રીપ્સી એ પથરીને તોડવા માટે એક સુરક્ષિત, અસરકારક અને દર્દી માટે અનુકૂળ સારવાર પદ્ધતિ છે. 2 દિવસમાં ત્રણ વર્ષથી લઈ 89 વર્ષ સુધીના દસ દર્દીને પથરીના દુઃખાવામાંથી મુક્ત કરાયા છે. અને આ દર્દીઓ હાલ સંપૂર્ણ સ્વસ્થ છે.