અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ : ત્રણ દિવસ વરસાદની આગાહી

ગુજરાતના અનેક જિલ્લાઓમાં હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદ સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાં મોડી સાંજથી વહેલી સવારે વરસાદના હળવાથી મધ્યમ ઝાપટા પડ્યા છે.
આ સાથે જ હજુ પણ બે થી ત્રણ દિવસ કમોસમી વરસાદની આગાહી કરાઈ છે. ઉત્તર ગુજરાત સહિત અમુક જિલ્લામાં આજે પણ છૂટાછવાયા સ્થળોએ વરસાદની આગાહી કરાઈ છે.
આજે સવારથી જ અમદાવાદ સહિત રાજ્યના અનેક જિલ્લાઓના વાતાવરણમાં પલટો જોવા મળ્યો. આ સાથે જ દેવભૂમિ દ્વારકા જિલ્લાના વાતાવરણમાં પલટો આવતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.
વહેલી સવારથી ધુમ્મસ અને વાદળ છાયું વાતાવરણ જોવા મળતા ખેડૂતોના ચણા, જીરું, ઘઉં, ધાણા સહિતના પાકને નુકસાન થવાની ભીતી સેવાઈ રહી છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.