‘કેચ ધ રેઇન’ અભિયાન અંતર્ગતઅમદાવાદ મહાનગરપાલિકા હસ્તકની આશરે 1800 ઈમારતો પર રૂફ-ટોપ રેઇન-વોટર હાર્વેસ્ટિંગસિસ્ટમ ઇન્સ્ટોલ કરાશે. સત્તાવાર યાદીના જણાવ્યા મુજબ પ્રથમ તબક્કામાં 400બિલ્ડિંગ પરિસરમાં અંદાજે 5 કરોડ 50 લાખ રૂપિયાના ખર્ચે રૂફ-ટોપ રેઈન-વોટરહાર્વેસ્ટિંગ સિસ્ટમ ઇન્સ્ટોલેશનની કામગીરી શરૂ કરાઇ છે, જે આગામી ચોમાસા પહેલાં પૂર્ણ કરવામાં આવશે. આપહેલ અંતર્ગત વિવિધ ઝોનલ ઓફિસો, વોર્ડ-ઓફિસો, હોસ્પિટલ, શાળાઓ, શહેરી આરોગ્યકેન્દ્રો, વગેરે પરિસરમાંવરસાદી પાણીનો સંગ્રહ કરવા આગામી દોઢ વર્ષના સમયગાળામાં આ સિસ્ટમ મૂકવામાં આવશે. આ કામગીરી થકી મહાનગરપાલિકા દ્વારા દૈનિક ધોરણે અપાતાં પાણી પુરવઠામાં નર્મદાનુંપાણી બચાવી શકાશે તેમજ જમીનના જળ સ્તર ઊંચા લાવી બોરના પાણીની ગુણવત્તા સુધારીશકાશે.
Site Admin | એપ્રિલ 19, 2025 7:00 પી એમ(PM)
અમદાવાદ મહાનગરપાલિકા હસ્તકની એક હજાર 800ઈમારતો પર વરસાદી પાણીના સંગ્રહની વ્યવસ્થા કરાશે
