ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જુલાઇ 9, 2025 10:03 એ એમ (AM) | Ahmedabad | AIR India | planecrash

printer

અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાના તમામ નશ્વર અવશેષોની ધાર્મિક વિધિ સન્માનપૂર્વક સંપન્ન

અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં ક્રેશ સાઇટ ખાતે મળી આવેલા માનવ અંગોની ડી.એન.એ. સેમ્પલ મેચિંગ પ્રક્રિયા બાદ તમામ નશ્વર અવશેષોની ધાર્મિક વિધિ સન્માનપૂર્વક સંપન્ન કરવામાં આવી છે.
ડી.એન.એ. સેમ્પલ મેચિંગની પ્રક્રિયા દરમિયાન હોસ્પિટલ તંત્ર દ્વારા મૃતકોના પરિવારજનોને જાણ કરવામાં આવી હતી કે, વિક્ષત માનવ અંગોની ડી.એન.એ સેમ્પલ મેચિંગ પ્રક્રિયા ચાલુ હોવાથી ભવિષ્યમાં તેમના પરિવારજનોના નશ્વર અવશેષો મળી શકે છે.
સેમ્પલ મેચિંગની પ્રક્રિયાને અંતે કુલ ૨૬ જેટલા મૃતકોના નશ્વર અવશેષોમળી આવતા તમામ સંબંધિત પરિવારજનોનો સંપર્ક કરવામાં આવ્યો હતો.
સાત પરિવારો તેમના સ્વજનોના અંગો ધાર્મિક વિધિ માટે લઈ ગયા હતા. બાકીના પરિવારોએ હોસ્પિટલ તંત્રને તેમની તરફથી ધાર્મિક વિધિ કરવાનું જણાવ્યું હતું.તેથી કુલ ૧૯ માનવ અંગોની અંતિમ ધાર્મિક વિધિઓ સરકારી તંત્ર કરવામાં આવી હતી.
જે ૧૯ મૃતકોના નશ્વર અવશેષો ની અંતિમ વિધિ કરવાની હતી તેમાંથી એક મુસ્લિમ વ્યક્તિની દફન વિધિ સંપૂર્ણ સન્માન સાથે તેમની ધાર્મિક વિધિ પ્રમાણે મૌલવી દ્વારા કુરાન શરીફની આયત વાંચીને કરવામાં આવી હતી.
અને ૧૮ હિન્દુ મૃતકોના નશ્વર અવશેષોની અંતિમ ક્રિયા હિન્દુ શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે વાડજમાં કરવામાં આવી હતી. ત્યારબાદ, તેમના અસ્થિ સંપૂર્ણ સન્માનપૂર્વક સાબરમતીના નારણ ઘાટ પર વિસર્જિત કરવામાં આવ્યા.
આ સંપૂર્ણ પ્રક્રિયા મૃતકોને યોગ્ય સન્માન આપવા અને તેમના પરિવારજનોને આ દુઃખદ સમયમાં સહયોગ પૂરો પાડવાના ભાગરૂપે હાથ ધરવામાં આવી હતી.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ