ભારતનાં સૌથી સ્વચ્છ શહેર તરીકે ઇન્દોર સતત આઠમા વર્ષે પ્રથમ ક્રમે આવ્યું છે, જ્યારે સુરત બીજા અને નવી મુંબઇ ત્રીજા ક્રમે આવ્યું છે.
ત્રણથી 10 લાખની વસ્તી ધરાવતા શહેરોમાં નોઇડા સૌથી વધુ સ્વચ્છ શહેર તરીકે જાહેર થયું છે. ત્યારબાદ ચંદીગઢ અને મૈસુરનો ક્રમ છે.
10 લાખથી વધુ વસ્તી ધરાવતા દેશનાં સૌથી સ્વચ્છ શહેરોમાં અમદાવાદ પ્રથમ ક્રમે આવ્યું છે. ગઇ કાલે નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સ્વચ્છતા સર્વેક્ષણ 2024-25 માટેનાં વિજેતા શહેરોને પુરસ્કારો અર્પણ કર્યાં હતાં. રાજ્યના કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ, શહેરના મેયર પ્રતિભા જૈન અને મ્યુનિસિપલ કમિશ્નર બંછાનિધી પાનીએ પુરસ્કાર સ્વીકાર્યો હતો.
10 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં સુપર સ્વચ્છ લીગમાં સુરત દેશમાં બીજા ક્રમે રહ્યું છે, જ્યારે 3 થી 10 લાખની વસ્તી ધરાવતા શહેરોમાં ગાંધીનગરને પણ સ્થાન મળ્યું છે. સ્વચ્છતાના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ કાર્ય બદલ વડોદરા અને કેન્દ્રશાસિત પ્રદેશ દમણને “ઉભરતાં સ્વચ્છ શહેર” તરીકે સન્માનિત કરવામાં આવ્યા છે.
ગાંધીનગર લોકસભાના સાંસદ તેમજ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહે આ પુરસ્કરો મેળવવા બદલ અમદાવાદ અને ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનને હાર્દિક શુભકામનાઓ પાઠવી છે.
સ્વચ્છ સર્વેક્ષણ 2024-25માં રાજકોટ ઝોનમા મધ્ચમ કદની શ્રેણીમાં ગોંડલ પ્રથમ, જસદણ ત્રીજા સ્થાને તથા ધોરાજી ચોથા સ્થાને આવ્યાં છે.
Site Admin | જુલાઇ 18, 2025 7:59 એ એમ (AM)
અમદાવાદ, ગાંધીનગર અને સુરત સહિતનાં શહેરોને સ્વચ્છતા સર્વેક્ષણમાં વિવિધ વિભાગોમાં પુરસ્કાર એનાયત
