અમદાવાદમા એર ઇન્ડિયા પ્લેન ક્રેશ દુર્ઘટનાને એક મહિનો પૂર્ણ થયો. આ દુર્ઘટના બાદ સિવિલ હોસ્પિટલમાં બચાવ અને રાહત કામગીરી સહિતના વ્યવસ્થાપનમાં સરાહનીય કામગીરી કરનાર વર્ગ-૪ અને વર્ગ-૩ ના કર્મચારીઓનુ સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.અચાનક આવી પડેલા અને ક્યારેય ન જોયેલા આવા બનાવમાં સિવિલ હોસ્પિટલના દરેક સ્ટાફે રાતદિવસ જોયા વગર પોતાની નૈતિક ફરજ સમજી પોતાના ફરજના કલાકોની પરવા કર્યા વગર કામ કર્યુ હતુ.તમામ ડેડ બોડીને કોલ્ડ બોક્ષમાં રાખવાથી લઇ તેને કોફીનમાં રાખી સગાને સોંપવા સુધીની કામગીરી કરનાર વર્ગ-૪ના પીએમ વિભાગમાં કામ કરતા કર્મચારીથી માંડી દર્દીના સગા સાથે શરુઆતથી અંત સુધી રહી તેમને સાંત્વના આપવામાં આવી હતી. તેમના સ્વજનનુ પાર્થિવ શરીર સોંપાય ત્યા સુધી તેમની સાથે રહેનાર પીઆરઓ તેમજ સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફીસ કંટ્રોલ રુમ, પીએમ રુમ. ટ્રોમા સેન્ટર, વિવિધ વોર્ડ, બી.જે.મેડીકલ કોલેજ ખાતે કામ કરનાર વર્ગ ૩ અને વર્ગ ૪ના કર્મચારીઓની કામગીરીને બીરદાવવામાં આવી હતી. સિવિલ હોસ્પિટલ ખાતે આઉટ સોર્સિંગ એજન્સી દ્વારા વર્ગ -૩ અને વર્ગ ૪ના કુલ 450 જેટલા વિવિધ કર્મચારીઓને આ પ્રસંગે સર્ટીફીકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
Site Admin | જુલાઇ 13, 2025 9:00 એ એમ (AM)
અમદાવાદમાં સર્જાયેલી વિમાન દુર્ઘટનામાં અવિરત પણે પોતાની ફરજ બજાવનારા સિવિલ હોસ્પિટલના વર્ગ-3 અને ચારના કર્મચારીઓનું સન્માન કરીને પ્રોત્સાહિત કરાયા
