કોંગ્રેસની સર્વોચ્ચ નિર્ણય લેતી વિસ્તૃત કેન્દ્રીય કાર્યકારિણી સમિતિની બેઠક અમદાવાદમાં સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય સ્મારક ખાતે યોજાઈ હતી. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને AICCના મહાસચિવ કે.સી. વેણુગોપાલે જણાવ્યું હતું કે આજની બેઠકમાં પક્ષને લગતી અનેક ચર્ચાઓ થઈ હતી. તેમણે કહ્યું કે પાર્ટીના સભ્યોએ સરદાર વલ્લભભાઈ પટેલ અંગે એક વિશેષ ઠરાવ પસાર કર્યો હતો. કોંગ્રેસ નેતા જયરામ રમેશે જણાવ્યું હતું કે આવતીકાલે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે યોજાનાર AICC સત્રમાં રાષ્ટ્રીય રાજકારણ અને ગુજરાતની રાજકીય પરિસ્થિતિ અંગે ચર્ચા થશે.
Site Admin | એપ્રિલ 8, 2025 7:51 પી એમ(PM)
અમદાવાદમાં યોજાયેલી કોંગ્રેસની કેન્દ્રીય કાર્યકારિણી સમિતિની બેઠકમાં પક્ષના પુનર્ગઠન સહિતના મુદ્દે ચર્ચા થઈ
