ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જૂન 27, 2025 1:50 પી એમ(PM) | ભગવાન જગન્નાથજી

printer

અમદાવાદમાં ભારે ઉલ્લાસ અને શ્રધ્ધાપૂર્વક ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રાનું સરસપુર મંદિર તરફ પ્રયાણ

અમદાવાદમાં ભારે ઉલ્લાસ અને શ્રધ્ધાપૂર્વક ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા સરસપુર તરફ આગળ વધી રહી છે. નગરચર્યાએ નીકળેલા ભગવાનનાં દર્શન કરીને ભાવવિભોર થયેલા નગરજનો ધન્યતા અનુભવી રહ્યા છે.
બપોરે 12 વાગ્યા પહેલાં ગજરાજ સરસપુર પહોંચી ગયા હતા. છેલ્લાં અહેવાલ પ્રમાણે ભગવાન જગન્નાથ, ભાઇ બલરામ અને બહેન સુભદ્રાજીનાં રથો કાલુપુર પહોંચ્યા છે.
આજે સવારે ચાર વાગ્યે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તેમનાં પરિવાર સાથે જગન્નાથ મંદિર ખાતે મંગળા આરતી કરી હતી અને ભગવાનનાં આશીર્વાદ લીધા હતા. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જગન્નાથ મંદિર ખાતે સોનાની સાવરણીથી મંદિરમાં સફાઇની ‘પહિંદ’ વિધી કરાવ્યા બાદ ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઇ બલદેવજીનાં રથે પ્રસ્થાન કર્યું હતું.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે પહોંચેલા ભગવાનનાં રથોનું શહેરના મેયર સહિતનાં હોદેદ્દારોએ સ્વાગત કર્યું હતું. ભગવાનને સૌ પ્રથમ વાર પોલિસ દ્વારા ‘ગાર્ડ ઓફ ઓનર’ આપવામાં આવ્યું હતું