ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

એપ્રિલ 1, 2025 7:00 પી એમ(PM)

printer

અમદાવાદના સાબરમતી આશ્રમના પુનઃવિકાસ અંગે તુષાર ગાંધીની અરજી પર સુનાવણી કરવાનો સર્વોચ્ચ અદાલતનો ઇનકાર

સર્વોચ્ચ અદાલતે, ગુજરાત સરકાર દ્વારા અમદાવાદના સાબરમતી આશ્રમને પુનઃવિકાસ માટે હસ્તગત કરવા સામે મહાત્મા ગાંધીના પ્રપૌત્ર તુષાર ગાંધીએ દાખલ કરેલી અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કર્યો છે. આશ્રમનાં પુનઃવિકાસને મંજૂરી આપતા વર્ષ 2021નાં ઠરાવને રદ કરવાનો ઇનકાર કરતા ગુજરાત વડી અદાલતનાં ચૂકાદા સામેની સ્પેશ્યલ લિવ પિટિશનને અદાલતે ફગાવી દીધી હતી.
ફરિયાદીએ દલીલ કરી હતી કે સરકારનું પગલું ગાંધીવાદી સિધ્ધાંતોની વિરુધ્ધ છે અને તેનાંથી બંધારણીય જોગવાઇઓનો ભંગ થાય છે. તેમણે જણાવ્યું કે, મહાત્મા ગાંધીએ સાદગી, આત્મનિર્ભરતા અને સામુદાયિક જીવનને ધ્યાનમાં રાખીને સ્વયં આશ્રમનું નિર્માણ કરાવ્યું હતું અને તેનો પુનઃવિકાસ ગાંધીજીનાં વારસાને નબળો પાડી શકે તેમ છે.
અરજકર્તાએ દલીલ કરી કે, 1933માં ગાંધીજીએ વંચિતોનાં લાભ માટે આશ્રમ હરિજન સેવક સંઘને સોંપ્યો હતો. ગુજરાત સરકારની યોજના આશ્રમનાં ઐતિહાસિક અને સાંસ્કૃતિક મૂલ્યનું અપમાન કરે છે. સર્વોચ્ચ અદાલતે અરજી ફગાવતા હવે આશ્રમનું પુનઃવિકાસ કાર્ય આગળ વધશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ