અમદાવાદના જીવરાજ પાર્ક ચાર રસ્તા પાસે આવેલી જ્ઞાનદા સોસાયટીમાં 24 નંબરના વનસ્થલી નામના બંગલામાં ગઈકાલે સાંજે આગ લાગવાની ઘટના બની હતી. AC રિપેરિંગમાં વપરાતા ગેસના બાટલાને લઈને આગ વિકરાળ બની હતી. ઘટનાની જાણ થતા ફાયરની ગાડીઓ અને પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ હતી. આગ એટલી ભયંકર અને વિશાળ હતી કે એસીના નાના બાટલા ફૂટી અને દૂર દૂર સુધી ફેલાઈ ગયા હતા. આગની આ ઘટનામાં નાની બાળકી અને માતાનું મોત થયું હતું.
Site Admin | એપ્રિલ 7, 2025 10:08 એ એમ (AM)
અમદાવાદના જીવરાજ પાર્ક ચાર રસ્તા પાસે આવેલી જ્ઞાનદા સોસાયટીમાં ગઈકાલે સાંજે આગ લાગવાની ઘટના બની હતી
