અમદાવાદના ચાંદખેડામાં AMTS બસ અને કાર વચ્ચે અકસ્માત થતાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. અમદાવાદના અમારા પ્રતિનિધિ જણાવે છે, આજે સવારે ચાંદખેડા ગામના AMTS બસ મથક પાસે મુસાફરો બસમાં બેસતા હતા. ત્યારે પૂરઝડપે આવેલી કાર બસ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો.
આ ઘટનામાં કારમાં બેઠેલા એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. જ્યારે બસમાં બેઠેલી એક બાળકીને ઈજા થતાં તેને હૉસ્પિટલ ખસેડવામાં આવી છે. આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Site Admin | માર્ચ 28, 2025 3:38 પી એમ(PM)
અમદાવાદના ચાંદખેડામાં AMTS બસ અને કાર વચ્ચે અકસ્માત થતાં એક વ્યક્તિનું મોત નીપજ્યું
