ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

મે 3, 2025 9:39 એ એમ (AM)

printer

અમદાવાદના ચંડોળા તળાવ પર ગેરકાયદે બંધાયેલા ચાર હજાર કાચા પાકા મકાનો દૂર કરીને દોઢ લાખ ચોરસ મીટર જમીન ખુલ્લુ કરતું તંત્ર

અમદાવાદના ચંડોળા તળાવ પર ગેરકાયદે બંધાયેલા ચાર હજાર કાચા પાકા મકાનો તોડી પાડવામાં આવ્યા છે અને આ તોડી પાડવામાં આવેલા મકાનોનો કાટમાળ દૂર કરવાની કામગીરી અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા કરવામાં આવી રહી છે.અમદાવાદ પોલીસ અને મહાનગર પાલિકા દ્વારા એક લાખ પચાસ હજાર ચોરસ મીટર જેટલી જગ્યામાંથી આ દબાણો દૂર કરાયા છે. હવે દૂર કરાયેલા દબાણો બાદ તળાવની અંદરનો કાટમાળ દૂર કરીને આ તળાવમાં તબક્કાવાર પાણી ભરવામાં આવશે. ફરી આવા કોઇ ગેરકાયદે દબાણો ન થાય તેની તકેદારીના ભાગરૂપે દિવાલ પણ ચણવામાં આવી રહી છે. ગેરકાયદે વસવાટ કરતા લોકોના વિજ જોડાણો સહિતની ગેરકાયદે જોડાણઓ પણ દૂર કરવાની કામગીરી કરવામા આવી રહી હોવાનું અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા જણાવાયું છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.