જાન્યુઆરી 6, 2025 4:21 પી એમ(PM)

printer

અમદાવાદના ઇન્દિરા બ્રિજ પાસે છઠ ધાટ ખાતે સિંધી સાંસ્કૃતિક ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું

સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ દ્વારા અમદાવાદના ઇન્દિરા બ્રિજ પાસે છઠ ધાટ ખાતે સિંધી સાંસ્કૃતિક ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્ર્મમાં રાજયના પ્રવાસન મંત્રી મૂળુ બેરા અને સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા ઉપસ્થિતિ રહ્યા હતા. આ પ્રસંગે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું તેમજ સિંધી ફૂડ ફેસ્ટિવલનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.